VIDEO: દારૂની પરમીટ માટે લાંચ લેતો વલસાડનો ક્લાર્ક ACBની ટ્રેપમાં
વલસાડ જિલ્લા ની નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરીમાં ક્લાર્ક અનિલ કાનાણી 10 હજાર રૂપિયાની લાંચ લેતા

વલસાડ જિલ્લા ની નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરીમાં ક્લાર્ક અનિલ કાનાણી 10 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા. ફરિયાદીને દારૂ પીવાની પરમીટ આપવાના બદલે ક્લાર્કે 10 હજારની લાંચ માંગી હતી. ફરિયાદીએ એસીબીની જાણ કરી અને લાંચ લેનાર ક્લાર્કને ખાઈકીનો નશો ઉતરી ગયો.
ઉલ્લેખનીય છે કે, જિલ્લાની નશાબંધી અને આબકારી વિભાગની કચેરીમાં દારૂ પીવાની પરમીટ આપવાને બદલે લાચ માંગવાની એર ગોઠવાયેલી સિસ્ટમ ચાલે છે. જેમાં આ પ્રકારે કેટલાક કિસ્સામાં એસીબીની ટ્રેપમાં લાંચિયા ક્લાર્ક કે અધિકારીઓ ફસાય પણ જાય.




