Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Liquor theft at Kankanpur police station in Panchmahal

VIDEO : પંચમહાલના કાંકણપુર પોલીસ સ્ટેશનમાં જ દારૂની ચોરી

Timeછેલ્લું અપડેટ : 23 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : Gstv

પંચમહાલના કાંકણપુર પોલીસ સ્ટેશનમાંથી જ દારૂ ચોરીનો ચોંકાવનારો મામલો સામે આવતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જપ્ત રાખવામાં આવેલ દારૂ ગાયબ થતાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ઘટનાની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરતા ચાર હોમગાર્ડ જવાનો સહિત કુલ પાંચ લોકોની અટકાયત કરી છે. તપાસમાં દારૂની ચોરીમાં રક્ષક જ ભક્ષક બન્યા હોવાનું બહાર આવતા સમગ્ર પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરીને આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સ્ટેશનના કબજામાં રહેલા મુદ્દામાલની ચોરીએ કાયદો અને વ્યવસ્થાની કામગીરી પર અનેક પ્રશ્નાર્થો ઊભા કર્યા છે.

App Store
ટોપિક્સ:gstvnewspanchmahaldaru chori