VIDEO: લાંચ લેતા મ્યુનિસિપલ કર્મચારી ઝડપાયો
સોર્સ : GSTV
રાજસ્થાનના જયપુરમાં ACB એ એક મોટી કાર્યવાહી કરીને નગર નિગમના કર્મચારી રામ સિંહને લાંચ લેતા રંગેહાથ ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, આરોપી રામ સિંહે એક નાગરિક પાસેથી સરકારી કામ ઝડપથી પૂરું કરવા અને ફાઇલ પાસ કરવાના બદલામાં મોટી રકમની લાંચ માંગી હતી.ફરિયાદીની ચોક્કસ માહિતીના આધારે એસીબીની ટીમે જયપુરમાં એક આયોજિત ટ્રેપ ગોઠવ્યું હતું. જેવું રામ સિંહે લાંચની રકમ સ્વીકારી કે તરત જ અધિકારીઓએ તેને ઝડપી લીધો હતો.

