મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઝઘડિયા તાલુકામાં ટ્રકચાલકે રાહદારીને કચડ્યો, સ્પીડબ્રેકર બનાવવા સ્થાનિકોની ઉગ્ર માગ

ભરૂચના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ પાસે આજે એક ભયાનક અકસ્માતમાં રાહદારીનું

ભરૂચના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ પાસે આજે એક ભયાનક અકસ્માતમાં રાહદારીનું કરુણ મોત નીપજ્યું છે. બસ સ્ટેન્ડ નજીક પૂરઝડપે આવી રહેલી ટ્રકના ચાલકે એક રાહદારીને અડફેટે લેતા તે ટાયર નીચે કચડાઈ ગયો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત સર્જી ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, મુલદથી નાનાસાંજા ફાટક સુધી ક્યાંય સ્પીડ બ્રેકર ન હોવાથી વાહનચાલકો બેફામ ગતિએ વાહનો હંકારે છે, જે અવારનવાર જીવલેણ અકસ્માતનું કારણ બને છે. આ ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટ્યા હતા અને માર્ગ પર ગતિ મર્યાદા જાળવવા તથા બમ્પ મૂકવાની ઉગ્ર માંગ કરી હતી. પોલીસ હાલ ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી રહી છે.

આ સમાચાર શેર કરો