VIDEO : મધ્યપ્રદેશના છત્તરપુરમાં આદિવાસીઓએ વળતરની માંગ સાથે કર્યું ઉગ્ર વિરોધ પ્રદર્શન

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં કેન-બેટવા રિવર લિંક પ્રોજેક્ટના કારણે વિસ્થાપિત થતા આદિવા

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં કેન-બેટવા રિવર લિંક પ્રોજેક્ટના કારણે વિસ્થાપિત થતા આદિવાસીઓએ વળતરની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. અસરગ્રસ્ત આદિવાસી પરિવારો દ્વારા "ચિતા આંદોલન"  શરૂ કરવામાં આવ્યું છે, જેમાં તેઓએ સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કરવા પ્રતિકાત્મક રીતે ચિતાઓ તૈયાર કરી વિરોધ નોંધાવ્યો હતો.  

આદિવાસી પુરુષો અને મહિલાઓ મોટી સંખ્યામાં એકઠા થઈને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા છે. તેઓનો આક્ષેપ છે કે પ્રોજેક્ટ માટે તેમની જમીનો છીનવી લેવામાં આવી છે, પરંતુ તેના બદલામાં યોગ્ય વળતર કે પુનઃવસનની વ્યવસ્થા કરવામાં આવી નથી. આ આંદોલને વહીવટીતંત્રની ચિંતામાં વધારો કર્યો છે. આદિવાસીઓએ ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો તેઓ લડત વધુ તેજ બનાવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત