મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: જમ્મુ-કાશ્મીરમાં વિશ્વના સૌથી ઉંચા રેલવે બ્રિજ પર ટ્રેનનું ટ્રાયલ 

વિશ્વના ટોચના રેલવે નેટવર્કમાં સમાવેશ પામતા ભારતીય રેલવેએ પોતાને નામે વધુ એક રેકોર્ડ નોંધાવ્યો છે. રે

વિશ્વના ટોચના રેલવે નેટવર્કમાં સમાવેશ પામતા ભારતીય રેલવેએ પોતાને નામે વધુ એક રેકોર્ડ નોંધાવ્યો છે. રેકોર્ડ છે દુનિયાના સૌથી ઊંચા રેલવે પુલના નિર્માણનો! જમ્મુના રિયાસી જિલ્લામાં થઈને વહેતી ચિનાબ નદી પર બન્યો છે આ પુલ, જેનું નામ છે ‘ચિનાબ રેલવે બ્રિજ’. ત્યારે આજે આ બ્રિજ પર ટ્રેનનું ટ્રાલય કરવામાં આવ્યું હતું. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. 

‘ચિનાબ રેલવે બ્રિજ’ નદીના પટથી અધધધ 359 મીટર (1,178 ફૂટ)ની ઊંચાઈ પર બન્યો છે. આ પુલની લંબાઇ છે 1,315 મીટર (4,314 ફૂટ). એન્જિનિયરિંગની કમાલ એવો આ કમાન પુલ એટલો મજબૂત છે કે રિક્ટર સ્કેલ પર 8 ની તીવ્રતા સુધીના ધરતીકંપને સહન કરી શકે છે. 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનમાં પણ એ અડીખમ ઊભો રહી શકે છે.

આ સમાચાર શેર કરો