VIDEO: સોજીત્રા-ઈસણાવ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે બે આશાસ્પદ યુવાનોના કરૂણ મોત
આણંદ જિલ્લાના સોજીત્રા પંથકમાં સર્જાયેલી એક ગમખ્વાર અકસ્માત

આણંદ જિલ્લાના સોજીત્રા પંથકમાં સર્જાયેલી એક ગમખ્વાર અકસ્માતની ઘટનાએ ભારે હંદ્ગોળ મચાવી દીધો છે. સોજીત્રા-ઈસણાવ રોડ પર બનેલી હિટ એન્ડ રનની આ દુર્ઘટનામાં એક અજાણ્યા વાહનચાલકે પૂરપાટ ઝડપે આવીને બાઈકને સામેથી જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે સાહિલ વહોરા અને મુહમ્મદ અયાજ વહોરા નામના બે યુવાનોના કરૂણ મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં એક યુવકનું તો ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે બીજા યુવાને હોસ્પિટલ ખસેડતી વેળાએ જ રસ્તામાં દમ તોડી દીધો હતો. આ બનાવને પગલે સમગ્ર સોજીત્રા પંથક અને મૃતકોના પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




