મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video-સુરતમાં ઓફિસમાં બેઠાં બેઠાં ટ્રાફિક કન્ટ્રોલ, વાહનો ઝીબ્રા લાઈન પર હશે તો પણ મળશે સૂચના 

સુરતમાં અત્યાધુનિક રીતે ટ્રાફિક મેનેજમેન્ટ કરવાનું શરૂ થયું છે. પ્રાયોગિક ધોરણે શહેરના 10 મોટા ટ્રાફિક જંકશન પર

સુરતમાં અત્યાધુનિક રીતે ટ્રાફિક મેનેજમેન્ટ કરવાનું શરૂ થયું છે. પ્રાયોગિક ધોરણે શહેરના 10 મોટા ટ્રાફિક જંકશન પર એક નવી સિસ્ટમ લગાડવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ કંટ્રોલ રૂમમાં બેઠાં બેઠાં પોલીસ કર્મી શહેરના ટ્રાફિક જંકશન પર સીસીટીવી કેમેરાથી નજર રાખે છે. જે તે ટ્રાફિક જંકશન પર સ્ટોપ લાઈનની આગળ કોઈ ઉભું હોય, કોઈ રોંગ સાઈડ જતું હોય, કોઈ દબાણ હોય કે પોલીસ કર્મી કામ ન કરતા હોય તો તેની પર નજર રાખે છે. ત્યાર બાદ કંટ્રોલ રૂમના પોલીસ કર્મી જે તે ટ્રાફિક પોઈન્ટના પોલીસ કર્મીને સૂચના આપે છે. ભવિષ્યમાં તે 200 ટ્રાફિક પોઈન્ટ પર મુકવામાં આવશે. ઝીબ્રા ક્રોસિંગ પર બાઈક ઉભી રાખી હોય તો તેની સૂચના પોલીસ કર્મીને આપવામાં આવે છે. આ સૂચના મળતા જ વાહન ચાલકો અને ટ્રાફિક જંક્શન પર સાઈડ પર ઉભેલા પોલીસ કર્મી એક્ટિવ થઈ જાય છે અને વાહનોને રેડ સિગ્નલ પર વ્યવસ્થિત ઉભા રાખવા માંડે છે.

આ સમાચાર શેર કરો