VIDEO: અંકલેશ્વરના ગડખોલ નજીક ટ્રેક્ટર નહેરમાં ખાબક્યું: ચાલકનો આબાદ બચાવ
ભરૂચના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ નજીક આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. અયપ્પા મંદિર પાસે

ભરૂચના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ નજીક આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. અયપ્પા મંદિર પાસે ટ્રેક્ટર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રેક્ટર સીધું નહેરમાં ખાબક્યું હતું. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો છે. બાદમાં જેસીબી મશીનની મદદથી નહેરમાંથી ટ્રેક્ટરને બહાર કાઢવામાં આવ્યું હતું.


