VIDEO: બાવળાના ટાવર ચોક ખાતે ટાવર ચોક કા રાજાની અનોખી થીમ સાથે કરાઈ છે સ્થાપના
ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે બાવળાના ટાવર ચોક ખાતે ટાવર ચોક કા રાજા
ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે બાવળાના ટાવર ચોક ખાતે ટાવર ચોક કા રાજા સ્થાપિત થયા છે..આ વર્ષે મંડપમાં ગણપતિ બાપ્પાની અનોખી થીમ સાથે સ્થાપના કરવામાં આવી છે, જેમાં ગણેશજી ભક્તોને આશીર્વાદ આપતા દર્શાવવામાં આવ્યા છે.
મહોત્સવના ભાગરૂપે ભવ્ય મહાઆરતીનું આયોજન
મહોત્સવના ભાગરૂપે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હજારો ભક્તો ઉમટ્યા. ખાસ વાત એ હતી કે દરેક ભક્તના હાથમાં દીવડો આપીને આરતી કરવામાં આવી. આશરે બે હજાર દીવડાઓની રોશનીથી આ દ્રશ્ય અત્યંત મનમોહક બન્યું. સાથે જ ડમરૂ આરતીએ પણ વાતાવરણને ભક્તિમય બનાવ્યું. આ પ્રસંગે સાણંદ-બાવળાના ધારાસભ્ય કનુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા. તેમણે ગણપતિ બાપ્પાના દર્શન કરી, મહાઆરતીમાં ભાગ લીધો અને આશીર્વાદ મેળવ્યા.
જાહેરાત






