સાપુતારામાં બે પર્વતો વચ્ચે રોપ વે અટકી જતા પ્રવાસી ફસાયા, જુઓ દિલધડક રેસ્ક્યુનો LIVE VIDEO
ગુજરાતના એક માત્ર હવાખાવાના સ્થળ એવા સાપુતારામાં દુર્ઘટના સર્જાઈ હતી. બે પર્વતો વચ્ચેથી પસા

ગુજરાતના એક માત્ર હવાખાવાના સ્થળ એવા સાપુતારામાં દુર્ઘટના સર્જાઈ હતી. બે પર્વતો વચ્ચેથી પસાર થતા રોપ વે અધવચ્ચે જ અટકી પડ્યો હતો. જેથી ભારે અફરાતફરી સર્જાઈ હતી. પ્રવાસીઓની ચીચીયારીઓથી લોકોના જીવ તાળવે ચોંટ્યા હતાં. સમગ્ર દુર્ઘટના અંગે એનડીઆરએફની ટીમને જાણ કરવામાં આવી હતી. જેથી એનડીઆરએફની ટીમે ઘટના સ્થળે પહોંચીને દિલધડક રીતે રેસક્યુ કર્યું હતુ.ખોટકાયેલી કેબિનમાં બેસેલા પ્રવાસીઓને ભારે જહેમત બાદ બચાવી લેવામાં આવ્યાં હતાં. જિલ્લામાં થતી ઈમરજન્સીને પહોંચી વળવા સ્થિતિ પર કેવી રીતે કાબુ મેળવવો તેનું મોકડ્રીલ યોજાયું હતું. જિલ્લા ડિઝાસ્ટર અધિકારી, સહિત પુષ્પક રોપ વેના કર્મચારીઓ હાજર રહ્યાં હતાં.




