મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધોધમાર વરસાદથી તબાહી, અનેક માર્ગો બંધ, નદીઓમાં પૂર જેવી સ્થિતિ

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા જનજીવન પ્રભાવિ

તસવીર: gstv

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને કારણે આહવા, વઘઈ અને સુબીર તાલુકાના અનેક માર્ગો પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. આહવાના કોટમદાર ખાડીમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા બ્રિજ પર પાણી ભરાઈ જતાં કોટમદારથી જાખના તરફનો માર્ગ સંપૂર્ણ બંધ કરાયો છે. ખાપરી નદીમાં પણ પૂર જેવી સ્થિતિ જોવા મળી છે, જ્યારે ધૂળચોંડ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વહીવટીતંત્રની અપીલ છતાં કેટલાક વાહનચાલકો જીવના જોખમે પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર થતા જોવા મળ્યા છે. આહવા-સાપુતારા માર્ગ પર આવેલો શંકર ધોધ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અને ધોધનો પ્રવાહ વધ્યો છે.  

આ સમાચાર શેર કરો