Ahmedabad: ધોધમાર વરસાદે બાવળાને ઘમરોળ્યું, આરોગ્ય કેન્દ્રો, કચેરીઓ અને રસ્તાઓ જળબંબાકાર
અમદાવાદના બાવળા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પડતા ધોધમાર વરસાદને કાર
અમદાવાદના બાવળા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પડતા ધોધમાર વરસાદને કારણે જનજીવન પર ગંભીર અસર પડી છે. ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહનચાલકો અને નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને, બાવળા હાઈવે પર રજોડા ગામના પાટીયા નજીક પાણી ફરી વળ્યું હોવાથી ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે, જેના કારણે વાહનચાલકોને લાંબો સમય રાહ જોવી પડી રહી છે.
બાવળાના આ વિસ્તારોમાં ભરાયા છે
વૈશાલી સોસાયટી નજીક ઢીંચણ સમા પાણી ભરાયું હોવાથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. રસ્તાઓમાં ખાડાઓના કારણે બાઈક ચાલકો ખાસ કરીને પાણીમાં પડી જવાની ઘટનાઓ વધી છે. વધુમાં, ઘણા બાઈકોના સાઈલેન્સરમાં પાણી ભરાઈ જવાને કારણે વાહનો બંધ પડી રહ્યા છે, જેનાથી બાઈક ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે.બાવળાના સરકારી આરોગ્ય કેન્દ્રમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. તો અનેક ઓફીસોમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે, જેના કારણે આરોગ્ય સેવાઓ પર અસર પડી છે. ગર્લ્સ સ્કૂલ રોડ પર પક્ષી ભુવન, બાવળા પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી, સંત આશ્રમ, નગરપાલિકા, બસ સ્ટેન્ડ અને બળીયાદેવ વિસ્તાર, માં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. પદ્માવતી ફ્લેટ, રત્નાદીપ સોસાયટીના ઘરોમાં પાણી ભરાયા છે. રાસમ રોડ જેવા રહેણાંક વિસ્તારોમાં પણ ઘરમાં પાણી ઘૂસી જવાથી રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.








