VIDEO: રામબનમાં મુસળધાર વરસાદથી વિપરીત અસર, જનજીવન પ્રભાવિત
જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લાના અનેક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન પર માઠી અસર

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લાના અનેક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન પર માઠી અસર પડી છે. પહાડી વિસ્તારોમાં મુસળધાર વરસાદ થતાં નદી-નાળાઓમાં પાણીનું સ્તર ઝડપથી વધી ગયું છે, જ્યારે કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં ભૂસ્ખલન અને પહાડો પરથી પથ્થરો પડવાના બનાવો સામે આવ્યા છે. વરસાદના કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનવ્યવહાર ખોરવાઈ જતાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. રસ્તા પરથી કાટમાળ દૂર કરીને વાહનવ્યવહાર પુનઃ શરૂ કરવા માટે સ્થાનિક વહીવટીતંત્ર અને ટ્રાફિક પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્રે નાગરિકો અને મુસાફરોને હવામાનની સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી બિનજરૂરી પ્રવાસ ટાળવા તથા સુરક્ષિત સ્થળોએ રહેવા કડક એડવાઇઝરી જારી કરી છે.




