VIDEO: રામબનમાં ચિનાબ નદી વધતા બગલિહાર ડેમના દરવાજા ખોલાયા
જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં ભારે વરસાદ અને ઉપરવાસના પ્રવાહના કારણે ચિનાબ નદીનુ

જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં ભારે વરસાદ અને ઉપરવાસના પ્રવાહના કારણે ચિનાબ નદીનું જળસ્તર સતત ભયજનક સપાટી તરફ વઘી રહ્યું છે, જેના પગલે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે પ્રખ્યાત બગલિહાર હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. નદીના વહેણમાં અચાનક મોટો વધારો થવાને કારણે આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળવાની પૂરેપૂરી સંભાવના ઉભી થઈ છે. આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ નદી કિનારાના વિસ્તારોમાં રહેતા તમામ સ્થાનિક નાગરિકો તેમજ માલઢોર ધરાવતા પશુપાલકોને ચિનાબ નદીના પટથી દૂર રહેવા અને સુરક્ષિત સ્થળો પર ખસી જવા માટે સખત સૂચનાઓ આપવામાં આવી છે.



