VIDEO: રામબનમાં સક્રિય ભુસ્ખલનથી ભયનો માહોલ
જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાના ક્રાલાના વિસ્તારમાં એક મોટું અને સક્રિય ભુસ્ખલન થવાથી સ્થાનિક રહેવાસીઓમાં ભારે

જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાના ક્રાલાના વિસ્તારમાં એક મોટું અને સક્રિય ભુસ્ખલન થવાથી સ્થાનિક રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ છવાઈ ગયો છે. આ ખતરનાક સ્થિતિને કારણે લોકોએ સરકાર પાસે તાત્કાલિક અને ગંભીર હસ્તક્ષેપ કરવાની જોરદાર માંગ કરી છે. આ ભુસ્ખલનનો કાટમાળ સતત બિસલેરી નદીમાં જમા થઈ રહ્યો છે, જેના કારણે નદીના પ્રવાહમાં અવરોધ ઊભો થવાથી ગંભીર પૂર આવવાની મોટી આશંકા સેવાઈ રહી છે. પ્રશાસન દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને સ્થાનિક લોકો સુરક્ષાને લઈને ચિંતિત છે.



