VIDEO: ભાદરવી મહાકુંભનો આજે છેલ્લો દિવસ, શ્રદ્ધાળુઓની સંખ્યા 45 લાખથી ઘટીને 27 લાખ
તારીખ 12 સપ્ટેમ્બરથી શરુ થયેલો ભાદરવી મહાકુંભનો આજે છેલ્લો દિવસ છે. આજે ભાદરવી પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભક્તો
તારીખ 12 સપ્ટેમ્બરથી શરુ થયેલો ભાદરવી મહાકુંભનો આજે છેલ્લો દિવસ છે. આજે ભાદરવી પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભક્તો નો ધસારો અંબાજી મંદિર જોવા મળ્યો હતો. ભાદરવી પૂનમને લઈ વહેલી સવારે 6 કલાકે માતાજીની મંગલા આરતી કરવામાં આવી હતી જેમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. 12 થી 18 સપ્ટેમ્બર દરમ્યાન આ 7 દિવસ ના મહાકુંભમા લાખોની સંખ્યામાં માઇભકતો માતાજીના દર્શનાર્થે ઉમટ્યા હતા અને માતાજી નો આશીર્વાદ મેળવ્યો હતો.
શ્રદ્ધાળુઓની સંખ્યા 45 લાખથી ઘટીને 27 લાખ
શક્તિપીઠ અંબાજી ખાતે યોજાઇ રહેલા ભાદરવી પૂનમના મેળાની આજે સમાપ્તિ થશે. ભાદરવી પૂનમના મેળાના 6 દિવસમાં 27થી લાખથી વધુ યાત્રિકો નોંધાયા છે. આજે ભાદરવી પૂનમ છે ત્યારે યાત્રિકોનો આંક 31 લાખને પાર થાય તેવી પૂરી સંભાવના છે. જોકે, ગત વર્ષની સરખામણીએ યાત્રિકોમાં ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે 45.54 લાખથી વઘુ યાત્રિકો નોંધાયા હતા.
ભાદરવી પૂનમ મેળો
| વિગત | 2024 | 2023 |
| યાત્રિકો | 26.92 લાખ | 45.54 લાખ |
| ધ્વજા રોહણ | 2781 | 3377 |
| ભોજન પ્રસાદમાં યાત્રિકો | 4.41 લાખ | 3.73 લાખ |
| મોહનથાળ પ્રસાદ પેકેટ | 16.61 લાખ | 18.41 લાખ |
| ચીકી પ્રસાદ પેકેટ | 30,366 | 71,452 |
| ભંડાર-ગાદી આવક | રૂ. 2.28 કરોડ | રૂ. 6.89 કરોડ |
| સોનાની આવક | 29.150 ગ્રામ | 520 ગ્રામ |
| (*2024માં છઠ્ઠા દિવસ સુધીના આંકડા.) |
શક્તિપીઠ અંબાજી ખાતે યોજાઇ રહેલા ભાદરવી પૂનમના મેળાના છઠ્ઠા દિવસે 4.57 લાખ યાત્રિકો નોંધાયા હતા. આ સાથે જ કુલ યાત્રિકોનો આંક 26.92 લાખ નોંધાયો છે. મંગળવારે વઘુ 280 સાથે કુલ 2781 ધ્વજારોહણ થયા છે. ગત વર્ષે કુલ 3377 ધ્વજારોહણ થયેલા હતા. એસ.ટી. બસમાં કુલ 4.39 લાખ મુસાફરો નોંધાયા છે. જેમાં મંગળવારના 81682 મુસાફરનો સમાવેશ થાય છે. બસની કુલ 10036 નોંધાઇ છે. આમ, પ્રત્યેક બસ ટ્રીપમાં સરેરાશ 44 મુસાફરો હોય છે.






