VIDEO: મોડાસામાં રિલ્સ બનાવી ખૌફ પેદા કરતી બાઈકર્સ ગેંગ પર ટીંટોઈ પોલીસનો સપાટો
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના દધાલિયા ગામેથી સોશિયલ મીડિયામાં રિલ્સ વાયરલ કરનાર બાઈકર્સ ગેંગ સામ

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના દધાલિયા ગામેથી સોશિયલ મીડિયામાં રિલ્સ વાયરલ કરનાર બાઈકર્સ ગેંગ સામે પોલીસે લાલ આંખ કરી છે. જન્માષ્ટમીના તહેવાર દરમિયાન આ બાઈકર્સ ગેંગે ભય અને ખૌફનો માહોલ પેદા કરતી રિલ્સ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. વાયરલ વિડીયો ધ્યાન પર આવતા જ ટીંટોઇ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસે ગણતરીના દિવસોમાં જ આ બાઈકર્સ ગેંગના સભ્યોને ઝડપી પાડ્યા છે અને તેમની તમામ બાઈકો ડિટેઈન કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટીંટોઈ પોલીસની આ કડક કાર્યવાહીના પગલે અસામાજિક તત્વો અને બાઈકર્સ ગેંગમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.




