VIDEO: મોડાસામાં રખડતા પશુના ત્રાસ સામે નગરજનોના ઉગ્ર ધરણાં
અરવલ્લીના મોડાસા શહેરમાં રખડતા પશુઓના આતંક અને અકસ્માતોની ઘટનાઓ સામે નગરજનોમાં

અરવલ્લીના મોડાસા શહેરમાં રખડતા પશુઓના આતંક અને અકસ્માતોની ઘટનાઓ સામે નગરજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગરીબ નવાઝ સોસાયટીમાં બે આખલા વચ્ચેની લડાઈ દરમિયાન અડફેટે આવેલા સાત વર્ષના બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે સ્થાનિકોએ મખદૂમ હાઈસ્કૂલ પાસે પાલિકા તંત્ર સામે ધરણાં યોજી વિરોધ નોંધાવ્યો હતો. નગરજનોએ રહેણાંક વિસ્તારો અને મુખ્ય માર્ગો પરથી રખડતા પશુઓને તાત્કાલિક દૂર કરવાની માંગ કરી હતી. વિરોધ બાદ મોડાસા નગરપાલિકા હરકતમાં આવી અને શહેરના રસ્તાઓ પરથી રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ શરૂ કરી હતી. પશુઓને યોગ્ય સ્થળે ખસેડવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે અધિકારી ભદ્રેશ પટેલે ખાતરી આપી છે.




