મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોડાસામાં રમતગમત અધિકારીની નોકરીની લાલચ આપી ૮૮ લાખની છેતરપિંડી, ગુનો નોંધાયો

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાંથી એક મોટી છેતરપિંડીની ઘટના સામે આવી છે. અહીં

તસવીર: gstv

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાંથી એક મોટી છેતરપિંડીની ઘટના સામે આવી છે. અહીં મુકેશ નામના શખ્સે સ્પોર્ટ્સ અધિકારી તરીકેની સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને નિર્દોષ લોકો પાસે વ્યક્તિ દીઠ ૨૫ લાખ રૂપિયાની માંગણી કરી હતી. નોકરી મેળવવાની ઘેલછામાં લોકોએ તેને ટુકડે-ટુકડે કુલ ૮૮ લાખ રૂપિયા આપી દીધા હતા. નાણાં પડાવી લીધા બાદ પણ નોકરી ન મળતાં આખરે સમગ્ર ફ્રોડનો પર્દાફાશ થયો હતો. આ મામલે ભોગ બનનારની ફરિયાદના આધારે મોડાસા ટાઉન પોલીસે ગુનો નોંધીને આરોપી મુકેશ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો