મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર-વડોદરામાં ગાજવીજ સાથે વરસાદ, છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં મેઘમહેર

ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી

ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ અમરેલીના બગસરામાં 3.22 ઈંચ, દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 2.48 ઈંચ, ખંભાળિયામાં 2.16 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

વડોદરામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદ વરસતા વાહનચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વડોદરાના  લહેરીપુરા ન્યાય મંદિર રોડ પર નવરાત્રી પર્વ માટે  બનાવવામાં આવેલો ગેટ ધડાકાભેર તૂટી પડ્યો હતો. અચાનક લોખંડનો ગેટ તૂટી પડતાં લોકોમાં ડર અને ભયનો માહોલ છવાઈ ગયો હતો.

ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. વઢવાણ,પાટડી, ચોટીલા અને લખતર પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે વડોદરા, અમદાવાદ, સુરત સહિતના અનેક શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગ અનુસાર, મધ્ય અરબી સમુદ્રમાં એક ડિપ્રેશન સર્જાયું છે. જે આગામી 24 કલાકમાં નબળું પડીને લો પ્રેશરમાં પરિવર્તિત થઇ શકે છે. આ ડિપ્રેશન ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ગુજરાતને હાલ પુરતો કોઇ ખતરો નથી. પરંતુ દરિયામાં ભારે પવન અને ભારે વરસાદની શક્યતાના ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં 15મી ઓક્ટોબરે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના અમુક સ્થળોએ અને છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.  જ્યારે 16મી અને 17મી ઓક્ટોબરે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

આ સમાચાર શેર કરો