મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાણંદના ત્રણ ગામો પાણીમાં, માર્ગ વ્યવહાર ખોરવાયો

સાણંદથી વિછીયા, માણકોલ અને રેથલ ગામ તરફ જતાં તમામ માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર

તસવીર: gstv

સાણંદથી વિછીયા, માણકોલ અને રેથલ ગામ તરફ જતાં તમામ માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. બાઈક કે ચારચક્રી વાહન કોઈપણ ગામ સુધી પહોંચી શકે તેવી સ્થિતિ નથી, જેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નળસરોવર જવા માટે પણ આ ત્રણ ગામમાંથી પસાર થવું પડતું હોવાથી પ્રવાસીઓ અને સ્થાનિકોની અવરજવર પર અસર થઈ છે. સતત વરસાદને કારણે પાણી ઉતરે ત્યાં સુધી સ્થિતિ સામાન્ય બને તેવી શક્યતા ઓછી જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો