VIDEO : સાણંદના ડરણ ગામે ખેતરમાં પાણી નિકાલની પાઈપલાઈન મુદ્દે વિવાદ વકર્યૌ
અમદાવાદના સાણંદના ડરણ ગામે ખેડૂતોના ખેતરમાં પાણી નિકાલની પાઇપ

અમદાવાદના સાણંદના ડરણ ગામે ખેડૂતોના ખેતરમાં પાણી નિકાલની પાઇપલાઇન નાખવાના મામલે વિવાદ વકર્યો છે. સાણંદ સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોને કોઈ મંજૂરી, નોટિસ કે વળતર આપ્યા વગર ખેતરમાં પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવતાં ખેડૂતોમાં રોષ જાગ્યો છે. મહિલાઓ સહિતના ખેડૂતોએ કામગીરી રોકી દીધી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ફળદ્રુપ જમીનમાં પાઇપલાઇનથી નુકસાન થશે અને વિકાસ અટકી જશે. અન્ય વિકલ્પ હોવા છતાં વિભાગ બળજબરી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ છે.

