VIDEO: અમદાવાદઃ સાણંદના મોરૈયા ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચ પતિ પર જીવલેણ હુમલો
સાણંદના મોરૈયા ગ્રામ પંચાયત કચેરીમાં જ હથિયારો સાથે ધસી આવેલ

સાણંદના મોરૈયા ગ્રામ પંચાયત કચેરીમાં જ હથિયારો સાથે ધસી આવેલા એક ટોળાએ મહિલા સરપંચના પતિ ભીખાભાઈ ડાયમા અને મોરૈયા તાલુકા સીટના મહિલા સદસ્યના પતિ પર જીવલેણ હુમલો કરી વાહનોમાં ભારે તોડફોડ મચાવી છે. આ હિંસક હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત પિતા-પુત્રના જણાવ્યા અનુસાર, સરકારી જગ્યા પરથી દબાણ દૂર કરવાની કાયદેસરની કામગીરી કરી હોવાની અદાવતમાં આ હુમલો કરાયો છે. જો કે, બીજી તરફ ચાંગોદર પી.આઈ. સવસેટાએ જણાવ્યું છે કે અગાઉ કોઈ બાબતે થયેલા સમાધાનમાં પૈસાની લેતી-દેતીના મામલે આ લોહિયાળ ખેલ ખેલાયો છે. હાલ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ પરિસ્થિતિ કાબૂમાં લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.




