મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડોદરામાં ત્રણ કિમી સુધી ડામરનો રોડ પીગળી ગયો! કોન્ટ્રાકટરે કામમાં લીપાપોથી કરી હોવાની ચર્ચા

હજી તો ઉનાળાનો પ્રારંભ પણ નથી થયો, ત્યાં જ વડોદરાના ઉંડેરાથી કોયલી સુધીના ત્રણ કિલોમીટરના ર

હજી તો ઉનાળાનો પ્રારંભ પણ નથી થયો, ત્યાં જ વડોદરાના ઉંડેરાથી કોયલી સુધીના ત્રણ કિલોમીટરના રોડનો ડામર પીગળ્યો ગયો છે. વુડા દ્વારા બનાવાયેલો રોડ માંડ 30 થી 35 ડિગ્રી તાપમાને પીગળી જતાં કોન્ટ્રાકટર દ્વારા રોડના કામમાં ભ્રષ્ટાચાર આચરાયું હોવાની ચર્ચા ચાલી રહી છે.

ડામર પીગળી જતાં વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે અને તેમને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. વુડાના કોન્ટ્રાકટરની આ નબળી કામગીરીથી સામાન્ય પ્રજામાં રોષની લાગણી જોવા મળી રહી છે. આવો રોડ બનાવનાર કોન્ટ્રાકટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ બુલંદ બની છે. 

આ સમાચાર શેર કરો