VIDEO: અમરાવતી નદીના ધોવાણથી ખેડૂતોની હજારો એકર જમીન જોખમમાં
અંકલેશ્વર નજીક અમરાવતી નદીના કાંઠે આવેલા કાંસીયા અને માંડવા ગામોમાં દર વર્ષે નદ

અંકલેશ્વર નજીક અમરાવતી નદીના કાંઠે આવેલા કાંસીયા અને માંડવા ગામોમાં દર વર્ષે નદીના ધસમસતા પ્રવાહના કારણે ખેતીલાયક જમીનનું ભારે ધોવાણ થઈ રહ્યું છે. ચાલુ ચોમાસામાં પણ જળસ્તર વધતા હજારો એકર ઉપજાઉ જમીન નદીમાં ધોવાઈ જતાં ખેડૂતોમાં ભારે ચિંતા અને નિરાશા વ્યાપી છે. છેલ્લા 30 વર્ષથી આ સમસ્યાનો સામનો કરતા ખેડૂતોની અનેક એકર જમીન ઘટીને હવે થોડા વીઘા સુધી સીમિત થઈ ગઈ હોવાનો આક્ષેપ છે. ખેડૂતોની રજૂઆતને પગલે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પ્રાંત અધિકારી, મામલતદાર અને સિંચાઈ વિભાગના અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ નુકસાનનો તાગ મેળવ્યો હતો. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું કે જમીન ધોવાણ અટકાવવા માટે ગેબિયન વોલ બનાવવાની રાજ્ય સરકાર દ્વારા મંજૂર યોજના અમલમાં મુકવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ જમીન ધોવાણની ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી આશા છે.




