VIDEO : અમરાવતી જિલ્લા હોસ્પિટલમાં વરસાદી પાણી, દર્દીઓ અને પરિવારજનોની હાલત કફોડી
સોર્સ : GSTV
મહારાષ્ટ્રના અમરાવતીમાં થયેલા પ્રથમ ભારે વરસાદે જ વહીવટીતંત્રની પોલ ખોલી નાખી છે. શહેરની સૌથી મોટી જિલ્લા સામાન્ય હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસી જતાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. હોસ્પિટલના આઈ સી યુ વોર્ડ અને CT સ્કેન રૂમમાં સીધું પાણી આવી જતાં ત્યાં દાખલ દર્દીઓની સારવાર વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. વોર્ડમાં પાણી ભરાઈ રહેવાને કારણે દર્દીઓ અને તેમના સ્વજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઘટના બાદ હોસ્પિટલ પ્રશાસન સામે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે વીજ પુરવઠો ખોરવાઈ જવાથી મહત્વની આરોગ્ય સેવાઓ પણ પ્રભાવિત થઈ હતી. વરસાદી પાણીને કારણે થયેલા નુકસાન અને દર્દીઓની સુરક્ષાને લઈને સ્થાનિકો અને પરિવારજનોમાં ચિંતાનું વાતાવરણ છે.

