મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ક્વાંટના આરોગ્ય કેન્દ્રમાં થર્ટી ફર્સ્ટ! ડોક્ટર નશાની હાલતમાં હોવાનો Video વાયરલ

છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારમાં થોડા દિવસો અગાઉ આરોગ્ય કેન્દ્ર પર ગાયનેક ડોક્ટરની ગેરહાજરીમ

છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારમાં થોડા દિવસો અગાઉ આરોગ્ય કેન્દ્ર પર ગાયનેક ડોક્ટરની ગેરહાજરીમાં પ્રસૂતી કરાવ્યા બાદ મહિલાનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યાં કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરનો નશાની હાલતમાં વીડિયો વાયરલ થયો હતો. જેને લઈને તપાસ કમિટીની તપાસમાં તબીબ અનિલ યાદવ નશામાં હોવાનું આવ્યું સામે હતું. ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારીએ રિપોર્ટ વિભાગીય નાયબ નિયામક, વડોદરાને મોકલાયો હોવાનું કહ્યું હતું. વીડિયો ઉતારનાર દર્દીના સગા સાથે ફરજ ઉપર હાજર કર્મચારીઓના નિવેદન પણ લેવામાં આવ્યાં હતાં. જેના આધારે તબીબ અનિલ યાદવ હોવાનું નક્કી કરાયું હતું.

આ પણ વાંચોઃ સુરતમાં બોગસ ડોક્ટર્સની ભરમાર, વધુ 2 જોલા છાપને મેડિકલ પ્રેક્ટિસ કરતાં દબોચી લેવાયા

આ સમાચાર શેર કરો