મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 'સલામત સવારી, એસટી અમારી, ખચોખચ ભરાણી', 40ની કેપેસીટી છતાં115 મુસાફરો ઘેટા-બકરાની જેમ ભર્યા

છોટાઉદેપુરમાં પ્રવાસીઓ જીવના જોખમે મુસાફરી કરતાં હોવાના બનાવો સતત સામે આવી રહ્યાં છે. ત્ય

છોટાઉદેપુરમાં પ્રવાસીઓ જીવના જોખમે મુસાફરી કરતાં હોવાના બનાવો સતત સામે આવી રહ્યાં છે. ત્યારે છોટાઉદેપુરથી વાયા કુંડલ થઈને પાવી જેતપુર જતી બસનો વીડિયો વાયરલ થયો છે. જેમાં બસની ક્ષમતા કરતાં ત્રણ ગણા મુસાફરો પ્રવાસ કરતાં હોવાના દ્રશ્યો સામે આવ્યાં છે. જેથી છેવાડાના માનવીના વિકાસની વાત કરતી સરકાર સામે સવાલો ઉભા થયા છે.

115 મુસાફરો સવાર

સરકારની એસટી બસ આ રૂટ પર માત્ર એક જ ચાલે છે. વળી મોટી બસની જગ્યાએ નાની બસ હોવાથી મુસાફરોને પશુઓની જેમ બેસીને મુસાફરી કરવી પડે છે. બસમાં 115 જેટલા ખીચો ખીચ પેસેન્જર હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓથી લઈને વડીલો પણ મુસાફરી કરી રહ્યાં છે. તો ઘણા મુસાફરોને તો લટકતાં લટકતાં મુસાફરી કરવી પડે છે. તો ઘણાને લટકવાની પણ જગ્યા નથી મળતી.

લટકવાની પણ જગ્યા મળતી નથી
 
માત્ર એક બસ ચાલતી હોવાને લઈને સ્કૂલના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ભારે તકલીફ પડી રહી છે. ગ્રામના જાગૃત નાગરિકે વીડિયો બનાવી વાયરલ કર્યો છે. બસમાં એટલી હદે પેસેન્જર બેસાડવામાં આવ્યા હતા કે, બેઠેલા પેસેન્જરને શ્વાસ લેવાની પણ મુશ્કેલી પડે.લોકો બસના ગેટ ઉપર લટકીને મુસાફર કરવા મજબૂર થાય છે. જેમાં વિદ્યાર્થિનીઓને પણ લટકવાની ફરજ પડે છે.

આ સમાચાર શેર કરો