VIDEO: 'વિમાનમાં બોમ્બ છે'; લખનૌથી બેંગલુરુ જતી ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળતા સુરક્ષિત ઉતરાણ કરાયુ
લખનૌથી બેંગલુરુ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E231 ને બોમ્બ હોવાની ધમકી

લખનૌથી બેંગલુરુ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E231 ને બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ ગભરાટ ફેલાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિમાન બેંગલુરુ એરપોર્ટ પર પહોંચવાના અંતિમ તબક્કામાં હતું ત્યારે ક્રૂને બોમ્બની ધમકી અંગે ચેતવણી આપવામાં આવી હતી. ત્યારબાદ, પાઇલટ અને ક્રૂએ સુરક્ષા પ્રોટોકોલ અનુસાર જરૂરી પગલાં લીધાં.સવારે ૯:૪૦ વાગ્યે ફ્લાઇટ બેંગલુરુ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું. વિમાન સુરક્ષિત રીતે ઉતરાણ કર્યા પછી તરત જ, સંબંધિત અધિકારીઓને બોમ્બ ધમકી વિશે જાણ કરવામાં આવી. ત્યારબાદ, સુરક્ષા એજન્સીઓ અને એરપોર્ટ અધિકારીઓએ વિમાનનું નિરીક્ષણ શરૂ કર્યું.




