VIDEO: બોમ્બે હાઈકોર્ટની લાલઆંખ: પ્રતિબંધિત પનીર પીરસનાર થાણેની રેસ્ટોરન્ટને રાહત આપવાનો ઈન્કાર
બોમ્બે હાઈકોર્ટે થાણેની એક રેસ્ટોરન્ટને મોટી રાહત આપવાનો સ્પષ્ટ ઇનકા

બોમ્બે હાઈકોર્ટે થાણેની એક રેસ્ટોરન્ટને મોટી રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. આ રેસ્ટોરન્ટ દ્વારા ગ્રાહકોને પ્રતિબંધિત એનાલોગ પનીર પીરસવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા આ મામલે કરવામાં આવેલી સસ્પેન્શનની કાર્યવાહી સામે રેસ્ટોરન્ટે હાઈકોર્ટમાં અરજી કરી હતી....સુનાવણી દરમિયાન, કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ આર.વી. ઘુગે અને ન્યાયાધીશ ગૌતમ અંકડેની બેન્ચે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે જનતાને નુકસાનકારક ખાદ્ય પદાર્થ પીરસનારાઓએ આ પરિસ્થિતિ ભોગવવી જ પડશે….અદાલત આ મામલે ખૂબ જ કડક વલણ અપનાવશે. બીજી તરફ, એફડીએના વકીલે જણાવ્યું હતું કે રાજ્યવ્યાપી પ્રતિબંધ અને જનહિતને ધ્યાનમાં રાખીને આ સસ્પેન્શનની કાર્યવાહી સંપૂર્ણપણે યોગ્ય અને વાજબી છે.




