મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot: ખાટુ શ્યામ મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપ્યો

જામનગર રોડ પર આવેલા ખાટુ શ્યામ મંદિરમાં થયેલી ચોરીના મામલામાં રાજકોટ પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરીને મોટી સફળ

જામનગર રોડ પર આવેલા ખાટુ શ્યામ મંદિરમાં થયેલી ચોરીના મામલામાં રાજકોટ પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે. મંદિરની દાનપેટી તોડી ચોરી કરવાની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી નજીક રહેતા વિવેક બિરેન્દ્રસિંગની ધરપકડ કરી છે. આરોપી અગાઉ રાજકોટ શહેરમાં જ 16 ચોરીઓને અંજામ આપી ચૂક્યો છે. ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો