મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: યુવતીની હત્યા કરી યુવકે ટ્રેન નીચે ઝંપલાવ્યું

હરિયાણાના ગુરુગ્રામમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો , જ્યાં એક યુવકે કથિત રીતે તેની સાથ

તસવીર: GSTV

હરિયાણાના ગુરુગ્રામમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો , જ્યાં એક યુવકે કથિત રીતે તેની સાથે જ નોકરી કરતી મહિલા સહકર્મીની  ઘાતકી હત્યા કર્યા બાદ પોતે પણ રેલવે ટ્રેક પર કૂદીને આત્મહત્યા કરી લીધી હતી . પ્રાથમિક માહિતી અનુસાર, આ બંને એક જ ઓફિસમાં સાથે કામ કરતા હતા. કોઈ અગમ્ય કારણોસર થયેલા વિવાદ બાદ યુવકે આ ખોફનાક પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું હતું . ઘટનાની જાણ થતાં જ ગુરુગ્રામ પોલીસ અને રેલવે પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ હત્યા અને આત્મહત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર છે કે અન્ય કોઈ અંગત અદાવત, તે દિશામાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી 

આ સમાચાર શેર કરો