Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The anguish of a 26-year-old married girl, even though husband and wife enjoy physical pleasure...

26 વર્ષની પરિણીત યુવતીની વ્યથા, પતિ-પત્ની શારીરિક સુખ માણે પણ... 

Timeછેલ્લું અપડેટ : 23 Jun 2026
લાઇવ ટીવીGoogle News
26 વર્ષની પરિણીત યુવતીની વ્યથા, પતિ-પત્ની શારીરિક સુખ માણે પણ... 
સોર્સ : gstv

હું છવ્વીસ વર્ષની પરણેલી અને નોકરી કરતી યુવતી છું. મારા લગ્ન થયે ત્રણ વર્ષ થયાં છે. મારા પતિ બે વર્ષથી બીજા જીલ્લામાં સર્વિસ કરે છે અને મહિને એકાદ વખત આવે છે. લગ્નના પહેલાં વર્ષે મેં ગર્ભપાત માટે ક્યુરેટીંગ કરાવેલું. હવે મારે બાળક  જોઈએ છે, પણ ગર્ભ રહેતો નથી. બધા કહે છે કે વચ્ચેના દિવસોમાં સમાગમ કરવાથી ગર્ભ રહે છે. પરંતુ આ દિવસો કયા? અને કેટલા દિવસ સુધી સમાગમ કરવાથી ગર્ભ રહે તે વિશે મને માહિતી આપશો. મારા પતિ બહારગામ રહેતા હોવાથી બે ચાર રજાઓ મળે ત્યારે આવે છે. મારા એમ.સી.ની તારીખ ૧ લી હોય છે. અત્યાર સુધીની ઉંમરમાં ક્યારેક જ એકાદ દિવસે આઘો પાછો રહ્યો છે. તો મારા પતિને મારે કયા દિવસો બોલાવવા જોઈએ? અમારી બીજી તકલીફ એ છે કે સમાગમ કર્યા પછી વીર્ય બહાર નીકળી જાય છે. તો એ અટકાવવા શું કરવું? મને ગર્ભ રહે તેવો સચોટ ઉપાય બતાવવા વિનંતી છે.

App Store

એક યુવતી (રાજકોટ)

* તમારે ગર્ભાધાન થાય તે માટે નીચે મુજબ પગલાં લેવાં જોઈએ.

૧. સૌપ્રથમ તમે બંનેય પતિ-પત્ની નિષ્ણાત પાસે ચેકઅપ કરાવી લો. જેથી ક્યુરેટીંગની ટયુબ ઈન્ફેક્શનને કારણે બ્લોક થઈ ગઈ હોય અથવા ગર્ભાશયમાં કાણું પડવા જેવી કે બીજી કોઈ તકલીફ ઊભી થઈ હોય તો તેનું  નિદાન થઈ શકે. એવી જ રીતે તમારા પતિમાં શુક્રાણુની ખામી હોય તો તેનું નિદાન કરીને પણ યોગ્ય સારવાર કરી શકાય.

૨. તમારા બંનેયમાં કોઈ જ પ્રકારની તકલીફ નથી એ વાતની ખાત્રી થઈ જાય પછી તમે અમુક ચોક્કસ દિવસે સમાગમ કરી શકો. તમે જણાવો છો તેમ તમારે માસિક નિયમિત આવે છે એટલે તમારામાં સ્ત્રીબીજનું ઉત્પાદન માસિક આવ્યાના પ્રથમ દિવસથી તેરથી પંદર દિવસ દરમિયાન થતું હશે. એટલે આ ગાળો ગર્ભાધાન માટેનો યોગ્ય સમય ગણાય. તમારામાં સ્ત્રીબીજ ક્યારે ઉત્પન્ન થયું તે જાણવા તમારું ''બેઝલ બોડી ટેમ્પરેચર'' માપીને પણ અંડકોષના ઉત્પાદનનો સમય નક્કી કરી શકાય.

૩. તમે જણાવો છો તેમ સમાગમ પછી તમારી યોનિમાંથી વીર્ય બહાર નીકળી જાય છે. આ તકલીફ નિવારવા માટે તમે તમારા કમરના ભાગની નીચે બે તકિયા મૂકીને યોનિને ઉપર તરફ ઢળતી રાખશો તો આ સમસ્યા  થોડી ઘણી હલ થશે. આમ પણ અંડકોષને ફલિત કરવા માટે તમામ વીર્યની જરૂર હોતી નથી એની ચર્ચા આપણે અગાઉ કરી ગયા છીએ.

હું બત્રીસ વર્ષની પરિણીતા છું.  અને મારે બે બાળકો છે. મારા પતિનું એવું  માનવું છે કે સમાગમ દરમિયાન તેઓ મને સંતુષ્ટ કરી શકતા નથી. આ કારણે તેઓ મારા ઉપર વહેમાય છે. તેમને એવો ભય લાગે છે કે મને સંતોષ ન મળતો હોવાથી હું અન્ય પુરૂષ સાથે આડા સંબંધો બાંધીશ. મેં તમને અનેકવાર ખાત્રી આપી છે કે મને સમાગમ દરમિયાન પૂર્ણ સંતોષ થાય છે. અન મારે બીજા પુરૂષ પાસે જવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. હું આપને પ્રમાણિકપણે જણાવું છું કે મેં એ પ્રકારનો વિચાર સુધ્ધાં કર્યો નથી. પરંતુ મારા પતિના ગળે આ વાત ઉતરતી નથી અને તેઓ નાહકના વહેમાય છે. હું તેમને વારંવાર કહું છું કે મને સંપૂર્ણપણે સંતોષ થાય છે તો તેઓ એક જ પ્રકારનોે જવાબ આપે છે કે તારા મોઢા પરથી એવું લાગતું નથી  અને તારા વર્તન પરથી પણ મને આવી કોઈ ખાત્રી થતી નથી. તોે આપને  મારે વિનંતી કરવાની કે મેં સમાગમ પરાકાષ્ઠા મેળવી છે  એવી ખાત્રી કરાવવા માટે મારે કેવા પ્રકારનું વર્તન કરવું જોઈએ? અને મારા ચહેરાના હાવભાવ કેવા રાખવા જોઈએ? આપ મને પરાકાષ્ઠા વખતે સ્ત્રીનું વર્તન કેવું હોય છે તે જણાવશો એટલે હું એ પ્રકારનોે અભિનય કરીશ જેથી મારા પતિને કોઈ જ પ્રકારની શંકા ન રહે.

એક પત્ની (સૂરત)

* તમારા પ્રશ્નની વિગતો પરથી એવું સ્પષ્ટ જણાય છે કે  તમને પરાકાષ્ઠાનો અનુભવ કોને કહેવાય એની ખબર નથી. કદાચ તમે આજ સુધી પરાકાષ્ઠા ન અનુભવી હોય એવું પણ બને. હકીકતમાં પ્રત્યેક સમાગમ વખતે સ્ત્રી પરાકાષ્ઠા અનુભવતી નથી અને પ્રત્યેક પરાકાષ્ઠાનો અનુભવ કંઈ સ્વર્ગીય સુખની અનુભૂતિ જેવો હોતો નથી. તમે તમારા પતિના શંકાશીલ સ્વભાવથી તંગ આવી ગયા છો એટલે તમે એવો અભિનય કરવા માંગોે છો જેથી તમારા પતિને ખાત્રી થાય કે તમે સમાગમની પ્રક્રિયા દરમ્યાન પરાકાષ્ઠાનો અનુભવ કર્યો છે. પરંતુ હું તમને આવો અભિનય કરવાની સલાહ નથી આપતો. એટલે જ પરાકાષ્ઠાની અનુભૂતિના કેટલીક સ્ત્રીઓએ કરેલાં વર્ણનો વિશે અત્યારે હું ચર્ચા નથી કરવા માંગતો. સૌ પ્રથમ તો તમે બંનેય સેક્સ વિષે મુક્ત મને ચર્ચા કરો. અને તમારા પતિને જણાવી દો કે  મને પરાકાષ્ઠાનો અનુભવ કોને કહેવાય એ વિશે કોઈ જ માહિતી નથી.  સમાગમની પ્રક્રિયા દરમિયાન સ્ત્રી અત્યાનંદની પરાકાષ્ઠાએ પહોંચે એ માટે કલાત્મક પૂર્વક્રિડા અને સમાગમ કઈ રીતે કરી શકાય તે શીખો. તમારા પતિનો શંકાશીલ સ્વભાવ એમની કોઈ માની લીધેલી નબળાઈને કારણે હોઈ શકે. એટલે એમની યોગ્ય સારવાર અને જરૂર પડે તો શંકાઓ દૂર કરવા માટે જરૂરી ગોેળીઓ પણ આપી શકાય. હકીકતમાં તમારા જેવો પ્રશ્ન ઘણા યુગલો અનુભવતા હોય છે એટલે તમે કોઈ અભિનય કરશો તો તમારા પતિ એ માની લેશે એવી ભ્રમણામાં રાચવાની તમારે જરૂર નથી. અને તમારી સમસ્યાનો ઉકેલ પણ નથી. 

- અનિતા