Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The girl had sex with her boyfriend but now...

Sahiyar : મૂંઝવણ : બોયફ્રેન્ડ સાથે એકવાર યુવતી શારીરિક સંબંધ બાંધી ચૂકી પરંતુ હવે... 

Timeછેલ્લું અપડેટ : 02 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar : મૂંઝવણ : બોયફ્રેન્ડ સાથે એકવાર યુવતી શારીરિક સંબંધ બાંધી ચૂકી પરંતુ હવે... 
સોર્સ : gstv

હું ૧૭ વર્ષની યુવતી છું. મને એક યુવક સાથે પ્રેમ થઈ ગયો છે. તે પણ  મને પ્રેમ કરે છે. તેના પરિવારજનો પણ અમારા સંબંધ વિશે જાણે છે અને તેમને આ વાતનો કોઈ વિરોધ નથી. અમારા બંનેના પરિવાર એકબીજાથી ખૂબ સારી રીતે પરિચિત છે અને બંને વચ્ચે સંબંધ પણ ખૂબ સારા છે. જોકે મેં હજી સુધી આ વિષયે મારા પરિવારના લોકો સાથે કોઈ વાત નથી કરી. મને એ ડર છે કે અમારા સંબંધની વાત સાંભળીને ક્યાંક તેમની પ્રતિક્રિયા નકારાત્મક ન આવે. આમ તો પરિવારજનોને અમારા સંબંધ માટે કોઈ વિરોધ ન હોવો જોઈએ, કારણ કે છોકરો આર્કિટેક્ટ છે અને તેનામાં કોઈ જ ખામી પણ નથી. હું મારા આ સંબંધની વાત માર પરિવારજનોને ક્યારે કહું?

App Store

એક યુવતી (મુંબઈ)

* અત્યારે તમે ખૂબ નાના છો, તેથી તમે તમારા અભ્યાસ અને કરિયર પર પૂરતું ધ્યાન આપો. યોગ્ય સમય આવતા જ પરિવારજનો સાથે તમે વાત કરી શકો છો. તમારા બંનેના પરિવાર એકબીજાથી ખૂબ સારી રીતે પરિચિત છે, વળી છોકરો પણ તમારા માટે યોગ્ય છે ત્યારે તમારા પરિવારજનોને તમારા આ નિર્ણય પર કોઈ આપત્તિ નહીં રહે. અને તેઓ તમારા સંબંધ માટે હકારાત્મક નિર્ણય પણ લઈ શકે છે. તમારા માટે અત્યારે લગ્ન પહેલાં તમારી કરિયર પર ધ્યાન આપવું વધારે સારું રહેશે. તેથી કોઈપણ ચિંતા કર્યા વિના કરિયર પર ફોકસ કરીને મહેનત કરો, જે તમને ભવિષ્યમાં પણ કામ આવશે. તમારા ઉજ્જવણ ભાવિ માટે તે જરૂરી છે.

હું એક ડિવોર્સી યુવતી છું. જ્યારે મારા પતિએ મને ડિવોર્સ આપ્યા ત્યારે હું માનસિક રીતે ખૂબ જ ભાંગી પડી હતી. જીવનમાંથી મારો રસ ઊડી ગયો હતો. મેં ઘણીવાર આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો. તે સમયે એક છોકરાએ મને સહારો આપ્યો. મને માનસિક રીતે મજબૂત બનાવી. પછી તો તે અવારનવાર મને મળવા લાગ્યો. જોકે હવે મને તેનો ઇરાદો બરાબર નથી લાગતો, તેથી તેનાથી હું દૂર થઈ ગઈ છું, પરંતુ મને ડર છે કે તેને ખોટું ન લાગે અને મને બદનામ ન કરી દે. કૃપા કરીને જણાવો કે હું શું કરું?

એક યુવતી (ગાંધીનગર)

* લગ્ન સંબંધ તૂટી ગયા પછી તમારું માનસિક રીતે તૂટવું સ્વાભાવિક હતું, પરંતુ ખરાબમાં ખરાબ સ્થિતિમાં પણ કોઈ અજાણી વ્યક્તિ પાસેથી મદદ લેવી બરાબર નથી. તમે વિના ઓળખાણે ચકાસ્યા વિના જ તે યુવકની મદદ લીધી અને હવે તે યુવકની મદદ લીધી અને હવે તે તમને નબળા અને નિ:સહાય સમજીને પોતાના અહેસાનનો અનૈતિક લાભ ઉઠાવવા ઈચ્છે છે. તમે સારું કર્યું કે તેની વાતોમાં નથી આવી ગયા અને તેનાથી દૂર થઈ ગયા. ભવિષ્યમાં પણ તમારે થોડા સાવચેત રહેવું પડશે. સારું એ રહેશે કે તમે તમારા પરિવાર સાથે રહો. રહી વાત તે યુવક દ્વારા તમને બદનામ કરવાની, તો તે આવું કંઈ જ નહીં કરે.

હું મારા બોયફ્રેન્ડ સાથે  એકવાર શારીરિક સંબંધ બાંધી ચૂકી છું. હવે તે ફરીથી સંબંધ બાંધવાની જિદ કરે છે, પરંતુ મને ડર લાગે છે કે ફરીથી સંબંધ બનાવવાના કારણે કયાંક હું ગર્ભવતી ન બની જાઉં. કૃપા કરીને જણાવો કે મારે શું કરવું જોઈએ?

એક કન્યા (સૂરત)

* લગ્ન પહેલાં શારીરિક સંબંધ બાંધવો  અનૈતિક છે. આમ કરવાથી તમારે ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જોકે તમે એકવાર આવી ભૂલ કરી દીધી છે, પરંતુ હવે ફરીથી આ ભૂલ ક્યારેય કરશો નહીં.

હું બી.એસસી. પ્રથમ વર્ષની વિદ્યાર્થિની છું. મને ૩ વિષયમાં ગ્રેસમાકર્સ આવ્યા છે, જેના કારણે હું ખૂબ જ તાણગ્રસ્ત રહું છું. હું ગમે તેટલો અભ્યાસ કરું, પરંતુ મને સફળતા નથી મળતી. સમજમાં નથી આવી રહ્યું કે હું શું કરું. હું કોમર્સ કે આર્ટ્સ લેવા નથી ઈચ્છતી. હું ૨૦ વર્ષની થઈ ગઈ છું. પરંતુ હજી સુધી પ્રથમ વર્ષમાં જ  અટવાયેલી છું. જણાવો શું કરું?

એક વિદ્યાર્થિની (અમદાવાદ)

* તમે સાયન્સમાં સારું પફોર્મ નથી કરી શકતા, તેથી કોમર્સ અથવા આર્ટ્સ લઈ લો.  આમ કરવાથી સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો. તમારા  મનમાંથી પૂર્વગ્રહ કાઢી નાખો કે સાયન્સ સિવાયના બીજા ક્ષેત્ર  નિમ્ન કક્ષાના છે. બીજા ક્ષેત્રમાં પણ કરિયર બનાવવા માટેના કેટલાય સારા વિકલ્પ ઉપલબ્ધ છે.

- અનિતા