મુખ્ય સામગ્રી પર જાઓ
મેગેઝિન

મૂંઝવણ : લગ્નના શરૂઆતના મહિનાઓમાં શારીરિક અસંતોષ પાછળ શું હોઈ શકે છે કારણો?

હું ૨૧ વર્ષની પરિણીતા છું. લગ્નને ૨ મહિના થયા છે. મારી સમ

મૂંઝવણ : લગ્નના શરૂઆતના મહિનાઓમાં શારીરિક અસંતોષ પાછળ શું હોઈ શકે છે કારણો?
આ સમાચાર સાંભળો

હું ૨૧ વર્ષની  પરિણીતા છું. લગ્નને ૨ મહિના થયા છે. મારી સમસ્યા એ છે કે સુહાગરાતથી લઈને અત્યાર સુધી અમે સંપૂર્ણપણે સંતુષ્ટ થઈ શક્યા નથી. આ સમસ્યાનું શું કારણ હોઈ શકે છે?

એક પત્ની (ગોધરા)

* સમાગમના આનંદનો કોઈ નિશ્ચિત  માપદંડ નથી હોતો. તમારા હજી તો નવાનવા લગ્ન થયા છે. એકબીજા સાથે ખૂબ સમય પસાર કરો, સમાગમ કરતા પહેલાં આલિંગન, ચુંબન અને પ્રેમભરી વાતો કરો. આમ કરવાથી ખરેખર તમને ખૂબ આનંદ મળશે. તદુપરાંત રોમેન્ટિક ફિલ્મ પણ જુઓ. સમાગમ માટે કોઈ સારા પ્રકાશકના સેક્સ વિષયક પુસ્તકો વાંચીને પણ તમે આ વિષયે તમારી જાણકારી વધારી શકો છો.

હું ૧૫ વર્ષની સ્કૂલે જતી વિદ્યાર્થિની છું. મારા નિતંબ શરીરના અન્ય ભાગ કરતા ખૂબ ભારે છે, જેના કારણે મને ખૂબ જ શરમ આવે છે. કૃપા કરીને એવો કોઈ ઉપાય જણાવો, જેથી નિતંબમાં થોડો ઘટાડો કરી શકું?

એક કન્યા (રાજકોટ)

* તમે નિયમિત વ્યાયામ કરો. જોગિંગ  અને દોરડા કૂદવાથી તમને સારે એવો લાભ થશે.

હું ૨૬ વર્ષની યુવતી છું. મારા સ્તનનો આકાર ખૂબ જ નાનો છે. આ કારણસર હું હીનભાવના અનુભવું છું. કોઈપણ પોશાક મારા પર શોભતા નથી. એવો કોઈ ઉપાય જણાવો. જેનાથી મારા સ્તનના આકારમાં વૃદ્ધિ થાય?

એક યુવતી (નવસારી)

* છોકરીઓનું દેહલાલિત્ય ખાસ કરીને પોતાની માને અનુરૂપ હોય છે, એટલે કે આનુવંશિક હોય છે. તેથી જો તમારા સ્તનનો આકાર પ્રમાણમાં નાનો હોય તો તેમાં વૃદ્ધિ કરવાનો કોઈ ઉપાય નથી.

કોસ્મેટિક સર્જરીથી જરૂર સંભવ છે, પરંતુ ખૂબ જ મોંઘી પ્રોસેસ છે. આ સ્થિતિમાં તમે પેડેડ બ્રાનો ઉપયોગ કરી શકો છો. કપડાનું ફિટિંગ પણ શોભે તેવું રાખો, એટલે કે કપડાં વધારે ઢીલા કે વધારે પડતા ફિટ પણ ન હોવા જોઈએ. જો આ વાતોનું ધ્યાન રાખશો તો અવશ્ય તમે આકર્ષક દેખાશો.

મારી આંખોની આસપાસનો હિસ્સો ફૂલી ગયો છે. રાત્રે સૂતા પછી તે વધુ ફૂલી જાય છે. આ રોગ વિશે માહિતી આપવા વિનંતી.

એક મહિલા (મુંબઈ)

* આંખના પોપચા થાક, અનિદ્રા તેમ જ વધુ ઊંઘને કારણ સોજી જાય છે. કેટલીકવાર કબજીયાતને કારણે પણ આ સમસ્યા ઉદ્ભવે છે. આંતરડામાં ખરાબી હોય તો પણ સવારે ઉઠતાં જ પોપચા ભારે થઈ જાય છે. મેદસ્વી વ્યક્તિઓને પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. તમારે તમારા પેશાબની તપાસ કરવાની જરૂર છે.

છેલ્લા ત્રણ વર્ષથી મારા ચશ્માના નંબર વધતા જ જાય છે. દર ત્રણ મહિને નંબર બદલાય છે. કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી વધુ તકલીફ થાય છે. સાંભળ્યું છે કે, ચશ્માના નંબર ઓછા કરવા ઓપરેશન કરવામાં આવે છે. આ અંગે જાણકારી આપવા નવિંતી.

એક પુરુષ (વડોદરા)

ઉત્તર : તમારી દ્રષ્ટિ નબળી થતી જતી હોય તો ચશ્માની દુકાનને બદલે તમારે આંખના નિષ્ણાત પાસે નંબર કઢાવવાની જરૂર છે. ચશ્મા દૂર કરવા માટે રેડિયલ કેરોટોરમી નામનું ઓપરેશન કરવામાં આવે છે. આ ઓપરેશન ભારતના મોટા મોટા શહેરોમાં કરવામાં આવે છે. પરંતુ આ ઓપરેશનના લાંબા સમયના પરિણામો વિશે અમને કોઈ ખાસ અનુભવ નથી. આ માટે તમારે આંખના નિષ્ણાતની સલાહ લેવાની જરૂર છે.

મારી ઉંમર ૭૧ વર્ષની છે. મને રોજ ૧૦-૧૫ સિગારેટ પીવાની આદત છે. છેલ્લા બે મહિનાથી મને અનિદ્રાની સમસ્યા સતાવે છે. શરૂઆતમાં કમ્પોઝ (પ એમજી) લેતા ઊઘ આવી જતી હતી. પરંતુ હવે દવા લીધા પછી પણ ઊંઘ આવતી નથી. મારે શું કરવું?

એક પુરુષ (વાપી)

* મેડિટેશન તેમ જ યોગાભ્યાસથી આ સમસ્યાઓમાંથી છૂટકારો મળી શકે છે. આ ઉપરાંત તમારે તમારું બીપી ચેક કરાવવાની જરૂર છે. ઘણીવાર ઉંમર વધતા ઊંઘ ઓછી થવાની સમસ્યા સતાવે છે. તમારે તમારા ફેમિલી ડોક્ટરની સલાહ લેવી.

- અનિતા

આ સમાચાર શેર કરો