VIDEO: મોડાસાના ઢોરતંત્રની બેદરકારી, ગાયે મહિલાને શીંગડા ભરાવીને જમીન પર એવી પછાડી કે...
રાજ્યના વિવિધ શહેરમાં રખડતાં ઢોરોનો ત્રાસ જોવા મળ્યો છે. રખડતાં ઢોરોના કારણે કેટલાય લોકોને ગંભીર ઈજ

રાજ્યના વિવિધ શહેરમાં રખડતાં ઢોરોનો ત્રાસ જોવા મળ્યો છે. રખડતાં ઢોરોના કારણે કેટલાય લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે તો કેટલાકના મોત પણ નિપજ્યા છે. ત્યારે આવી ઘટના અરવલ્લીના મોડાસા માંથી સામે આવી છે.
અરવલ્લીના મોડાસા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ
અરવલ્લીના મોડાસા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળ્યો છે. મોડાસા શહેરની સહયોગ ચોકડી પાસે બાઈક સવાર મહિલા પર ગાયે ઓચિંતો હુમલો કર્યો હતો. ગાયે બાઈકનો પીછો કર્યો અને હુમલો કર્યો હતો. મહિલાને ગાયે શીંગડામાં ભરાવીને જમીન પર પછાડી હતી, મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી.




