Video-સુરતમાં રસ્તા પર બેભાન થયેલી યુવતીની વ્હારે આવી મહિલા પોલીસ, આ રીતે બચાવ્યો જીવ
સુરત સહિત સમગ્ર રાજ્યમાં અચાનક બેભાન થયા બાદ મોતને ભેટવાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ચોક બજાર વિસ

સુરત સહિત સમગ્ર રાજ્યમાં અચાનક બેભાન થયા બાદ મોતને ભેટવાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ચોક બજાર વિસ્તારમાં 22 વર્ષીય યુવતી અચાનક રોડ પર બેભાન થઈ ગઈ હતી. જેથી તાત્કાલિક સ્થાનિકોની સાથે સાથે મહિલા પોલીસ જવાનો પણ દોડી આવ્યાં હતાં. મહિલા પોલીસે દ્વારા CPR આપવામાં આવ્યું હતી. સાથે જ માઉથ ટુ માઉથ આપીને યુવતીની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. બાદમાં યુવતી હોશમાં આવી જતાં તાત્કાલિક પોલીસના વાહનમાં જ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મહિલા પોલીસે કહ્યું કે, અમને આપવામાં આવેલી તાલિમના કારણે આજે કોઈનો જીવ બચ્યો છે.




