VIDEO: મહિલા માસૂમને માર માર્યા બાદ મારે છે લાતો, બાળકોને કેરટેકરના ભરોસે રાખતા વાલીઓ ચેતી જજો
બાળકોને કેરટેકરના ભરોસે રાખતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વલસાડમાં માતા-પિતાની ગેરહાજરીમાં
બાળકોને કેરટેકરના ભરોસે રાખતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વલસાડમાં માતા-પિતાની ગેરહાજરીમાં કેરટેકર મહિલાએ બાળકીને મારમાર્યો હતો. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે મહિલા પહેલા બાળકીને માર મારે છે. બાદમાં તેના પર જોરથી લાત મારે છે અને તેના પર પગ રાખે છે.
આ પણ વાંચો: ઉમરેઠ: BAPS મંદિરના પૂજારીએ યુવતી પર દુષ્કર્મ આચરી કરી ગર્ભવતી, પરિવારજનોએ લગાવ્યા ગંભીર આરોપ
બાળકીના પિતાએ વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
મહિલાને અચાનક સીસીટીવી દેખાઈ જાય છે તો ત્યાં બેસી જાય છે. માતા-પિતા કામમાં વ્યસ્ત હોવાને કારણે બાળકીનું ધ્યાન રાખવા માટે મહિલા રાખી હતી. સીસીટીવી ફૂટેજ સાથે બાળકીના પિતાએ વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.




