Video: કેશોદમાં બે દિવસ પહેલા લોકાર્પણ કરાયેલા અંડરબ્રિજમાં ભરાયા પાણી, આપ નેતાઓએ હોડી ચલાવી કર્યો વિરોધ

જુનાગઢ જિલ્લાનાં કેશોદમાં અંડરબ્રિજમાં પાણી ભરાતા આમ આદમી પાર્ટીના નેતાઓએ અંડરબ્રિજના પાણીમાં

જુનાગઢ જિલ્લાનાં કેશોદમાં અંડરબ્રિજમાં પાણી ભરાતા આમ આદમી પાર્ટીના નેતાઓએ અંડરબ્રિજના પાણીમાં હોડી ચલાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. અંડરબ્રિજમાં પાણી ભરાવાથી આપના નેતા પ્રવિણ રામે સરકારની કામગીરીની ટીકા કરી હતી. પોલીસે વિરોધ કરી રહેલા તમામ કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.

બે દિવસ પહેલા લોકાર્પણ કરાયેલા અંડરબ્રિજમાં ભરાયા પાણી  

જુનાગઢ જિલ્લાનાં કેશોદમાં 22 કરોડના ખર્ચે તૈયાર થયેલો ચાર ચોક અંડરબ્રિજનું લોકાર્પણ હજી બે દિવસ પહેલા જ કરાયું ત્યાં તો ધોધમાર વરસાદ પડતાં અંડરબ્રિજમાં પાણી ભરાતા રસ્તો બંધ કરાયો હતો, જે બાદ સ્થાનિક વાહનચાલકોના રોષની લાગણી ભભૂકી ઉઠી છે. આમ આદમી પાર્ટીએ પણ બ્રિજ બનાવવાની કામગીરીમાં સરકારની નિષ્ફળતા દર્શાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

જાહેરાત

પાણીમાં હોડી ચલાવી વિરોધ

આપ પ્રદેશ નેતા પ્રવિણ રામ સહિત કાર્યકરોએ અંડરબ્રિજમાં ભરાયેલા પાણીમાં હોડી ચલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. અંડરબ્રિજમાં પાણી ભરાવાથી આપના નેતા પ્રવિણ રામે સરકારની કામગીરીની ટીકા કરી હતી. પોલીસે વિરોધ કરી રહેલા તમામ કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. 

આ સમાચાર શેર કરો

જાહેરાત