મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ્ટ માટે દસ વખત માફી માંગવી પડી હોય, તેઓ વડાપ્રધાનને બદલવાનો દાવો કઈ રીતે કરી શકે? : શાઈના એનસી

સોર્સ: gstv

શિવસેના યુબીટી જૂતના નેતા સંજય રાઉતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર સામે નિવેદન આપ્યું હતું, જેના પર શિવસેનાના નેતા શાઇના એનસીએ તીખો પલટવાર કર્યો છે. શાઇના એનસીએ જણાવ્યું કે સંજય રાઉત કે જેમને સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ્ટ માટે દસ વખત માફી માંગવી પડી હોય, તેઓ વડાપ્રધાનને બદલવાનો દાવો કઈ રીતે કરી શકે?   સંજય રાઉતે દાવો કર્યો હતો કે એપ્રિલ ૨૦૨૭ના આખરી અઠવાડિયામાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પડી જશે. આ ભવિષ્યવાણી પર કટાક્ષ કરતા શાઇના એનસીએ કહ્યું કે તેઓ કેવા પ્રકારની ભવિષ્યવાણી કરી રહ્યા છે અને તેમણે પોતાનો વકીલ બદલવાની કોશિશ કરવી જોઈએ. આ નિવેદનને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે અને બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે.

આ સમાચાર શેર કરો