મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video-સુરતમાં પીક અપ ગાડીના બોનેટ પર બેસનારના પોલીસે કર્યા આવા હાલ

સુરતના રસ્તા પરથી પસાર થતા વાહનમાં સ્ટન્ટ કરનાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી

સુરતના રસ્તા પરથી પસાર થતા વાહનમાં સ્ટન્ટ કરનાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે ડિંડોલી બ્રિજ પરથી અસુરક્ષિત રીતે પીક અપડ ગાડીના બોનેટ પર બેસીને સ્ટન્ટ કરનારને ઝડપી લેવામાં આવ્યો છે. વાયરલ થયેલા વીડિયોના આધારે ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડી પાડવામાં આવ્યો હતો. મહિન્દ્રા પીક-અપ ગાડીના ચાલક ડ્રાઇવર તથા ગાડીના બોનેટ ઉપરથી કેબિનમાં આવતા નજરે પડે છે. પોલીસે મુકેશ સંજય બુવા અને નૌસાદ નઇમખાન આલમની ધરપકડ કરી છે. બન્ને આરોપીઓએ પોલીસના હાથે પકડાતા કાન પકડીને માફી માગી હતી.

આ સમાચાર શેર કરો