VIDEO: રાજ્યમાં અઠવાડિયા સુધી પડશે આકરી ગરમી, જાણો ક્યાં નોંધાયું સૌથી વધુ તાપમાન

રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ગરમીમાંથી છૂટકારો મળવાનો નથી. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિ

રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ગરમીમાંથી છૂટકારો મળવાનો નથી.  હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ માટે કરવામાં આવેલી આગાહી મુજબ, સમગ્ર ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહેશે અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. હાલ રાજ્યમાં પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ગરમીનો પ્રકોપ યથાવત રહેશે.

તાજેતરના આંકડા મુજબ રાજકોટ 43 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 42.6 ડિગ્રી અને ગાંધીનગરમાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. દાદરા નગર હવેલીમાં પણ પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે. અમદાવાદમાં આજે પણ તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. એકંદરે, આગામી દિવસોમાં પણ લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે, કારણ કે પારો ઊંચો રહેવાની સાથે આકાશ ચોખ્ખું અને હવામાન સૂકું રહેવાનું અનુમાન છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત