મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દેડિયાપાડાના નાની સિંગલોટી ગામે બોરમાંથી કુદરતી રીતે પાણીના ઝરા ફૂટતા આહલાદક દ્રશ્યો સર્જાયા

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામા

તસવીર: gstv

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં સારા વરસાદના પગલે એક અનોખું અને આકર્ષક દ્રશ્ય જોવા મળ્યું છે, જ્યાં દેડિયાપાડાના નાની સિંગલોટી ગામે કરાયેલા હેન્ડપંપ બોરમાંથી કુદરતી રીતે પાણીના ઝરા ફૂટી નીકળ્યા છે. ચોમાસાની ઋતુ દરમિયાન ભૂગર્ભ જળસ્તર વધવાના કારણે હેન્ડપંપ બોરમાંથી સતત દબાણ સાથે સ્વચ્છ અને નિર્મળ પાણીના ફુવારા છૂટતા સમગ્ર વિસ્તારમાં કુતૂહલ અને આનંદનો માહોલ સર્જાયો છે. આ કુદરતી નજારાને જોવા માટે આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે, જેણે ગામના વાતાવરણમાં નવી તાજગી ભરી દીધી છે અને આ અદભુત દ્રશ્ય સ્થાનિકો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

આ સમાચાર શેર કરો