VIDEO: કંડવા ગામ પાસે સ્લેબ ડ્રેઈન પર પાણી વહેવાથી રોડ ધોવાયો, તંત્ર હજુ અજાણ
છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણ

છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે નસવાડી, કવાંટ અને છોટાઉદેપુરને જોડતો મહત્વનો સ્ટેટ હાઇવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. કંડવા ગામ પાસે સ્લેબ ડ્રેઈન ઉપરથી પૂરનું પાણી પસાર થવાને કારણે આખો ડામર રોડ ધોવાઈ ગયો છે, જેનાથી વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. માર્ગ બંધ થયાને બે કલાક વીતી જવા છતાં હજુ સુધી જવાબદાર તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું નથી, જેને લઈને સ્થાનિક લોકો અને રાહદારીઓમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે.




