VIDEO: નર્મદા ડેમમાં પાણીની આવક વધતાં નદીની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો
ગુજરાતની નર્મદા નદીમાં પાણી વધતા સમસ્યા સર્જાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે નર્
ગુજરાતની નર્મદા નદીમાં પાણી વધતા સમસ્યા સર્જાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે નર્મદા ડેમમાં પાણીની આવક વધતાં નદીની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ગત રાતથી નર્મદા નદીમાં અંદાજે 3 લાખ 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આને પગલે ડભોઈ અને સિનોર તાલુકાના ગામોને એલર્ટ કરાયા છે.
સિનોરના 8 ગામોને સતર્ક કરવામાં આવ્યા
ડભોઈના ચાંદોદ, કરનાળી, નંદેરીયા, ભીમપુરા સહિત 7 ગામો અને સિનોરના 8 ગામોને સતર્ક કરવામાં આવ્યા છે.ચાંદોદના મલ્હારરાવ ઘાટના 108 પગથિયાંમાંથી 72 પગથિયાં પાણીમાં ગરક થયા છે. નર્મદા નદી આ સિઝનમાં બીજી વખત બે કાંઠે વહેતી થઈ છે, જોકે પ્રવાહ હજુ ભયજનક સપાટીથી દૂર છે. ગત રાત્રિથી નદીનો પ્રવાહ સ્થિર જોવા મળ્યો છે.




