VIDEO: અકસ્માતમાં ઘાયલ યુવક માટે પોલીસ દેવદૂત બની
સાબરકાંઠાના પ્રાંતિજ નજીક કતપુર ટોલ પ્લાઝા પાસે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં હાઇવે ટ્રાફિક પો

સાબરકાંઠાના પ્રાંતિજ નજીક કતપુર ટોલ પ્લાઝા પાસે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં હાઇવે ટ્રાફિક પોલીસના જવાનોએ દેવદૂત બનીને ચાલુ ગાડીએ CPR આપી એક બાઇક ચાલકનો જીવ બચાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ટ્રક અને બાઇક વચ્ચેના અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનો શ્વાસ રૂંધાતો જોઈ પેટ્રોલીંગ કરી રહેલી ટ્રાફિક ટીમે એમ્બ્યુલન્સની રાહ જોયા વિના તેને તાત્કાલિક સરકારી વાહનમાં બેસાડી હોસ્પિટલ તરફ રવાના કર્યો હતો, જ્યાં રસ્તામાં કોન્સ્ટેબલ હિરલ પટેલ અને ટીમે સતત CPR ચાલુ રાખી યુવાનને નવજીવન આપ્યું હતું. પીએસઆઇ એ.વી.જોશીના માર્ગદર્શન હેઠળ પોલીસની તાલીમ આ યુવક માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે અને તંત્રએ લોકોને અકસ્માત સમયે વીડિયો ઉતારવાના બદલે પીડિતોની મદદ કરવા અપીલ કરી છે.




