Video-ડૂબતા લોકોના રેસ્ક્યૂં કરવાની ફાયરબ્રિગેડના જવાનોને અપાઈ દિલધડક તાલિમ
તાપી નદીના કિનારે વસેલા સુરતમાં દર વર્ષે ચોમાસામાં પૂરની સ્થિતિ અલગ અલગ વિસ્તારોમાં સર્જાતી હોય છે. ત્ય

તાપી નદીના કિનારે વસેલા સુરતમાં દર વર્ષે ચોમાસામાં પૂરની સ્થિતિ અલગ અલગ વિસ્તારોમાં સર્જાતી હોય છે. ત્યારે ડૂબતા લોકોને બચાવવા માટેની તાલિક ફાયરબ્રિગેડ દ્વારા યોજવામાં આવી હતી. દિલઘડક કહી શકાય તે રીતે તાલિમમાં ફાયરબ્રિગેડના જવાનોએ તાપી નદીના પાણીમાં ભૂસકા લગાવ્યા હતાં. પાણી પૂરની ઘટનામા ફાયરના જવાનોએ રેસ્ક્યુ કઈ રીતે કરવું? લોકોને ડૂબતા કઈ રીતે બચાવવા? તેને લઈ તરવાની ટ્રેનીંગ હાથ ધરવામાં આવી હતી. ઉધના ફાયર વિભાગના સબ ફાયર ઓફિસર રોહિત ખલાસીના માર્ગદર્શન હેઠળ અને ફાયર ઈન્સ્ટેકટરો સાથે 40 જવાનોએ તરવાની પ્રેકટીસમા ભાગ લીધો હતો.સિંગણપોર વિયર કમ કોઝ વે ખાતે તાપી નદીમાં તરવાની પ્રેકટિસ હાથ ધરાઇ હતી.




