મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video- કલેક્ટરને લેટર લખ્યાના બીજા દિવસે MLA જાત તપાસ માટે ઓફિસે પહોંચ્યા, અધિકારીઓને કર્યા સૂચન

સુરત વરાછાના દબંગ ધારાસભ્ય કુમાર કાનાણીએ કલેકટરને લેટર લખ્યો હતો. આવકના દાખલા માટે લ

સુરત વરાછાના દબંગ ધારાસભ્ય કુમાર કાનાણીએ કલેકટરને લેટર લખ્યો હતો. આવકના દાખલા માટે લાગેલી લાઈનોને લઈને લેટર લખવામાં આવ્યો હતો. આ લેટર લખ્યાના બીજા દિવસે કુમાર કાનાણી ઝોન ઓફિસ પહોંચ્યા હતાં. લખેલા લેટરની કેટલી અસર થઈ તે જોવા કુમાર કાનાણી ખુદ સ્થળ પર પહોંચ્યા હતાં. લેટરને પગલે ત્વરિત કામગીરી શરૂ કરાઈ છે. તેનું નિરીક્ષણ કર્યું હતું. મામલતદાર સહિતના અધિકારીઓ તાત્કાલિક ઓફિસે પહોંચ્યા હતાં. લોકોને તડકામાં મુશ્કેલી ન પડે તે માટે મંડપ પણ બાંધી દેવાયો હતો. સાથે જ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. કુમાર કાનાણીએ મામલતદાર સહિતના અધિકારીઓને જરૂરી સૂચન આપી લોકો સાથે વાતચીત પણ કરી હતી.

આ સમાચાર શેર કરો