VIDEO: રાજ્યના નવ જિલ્લામાં હવામાન વિભાગે જાહેર કર્યું અતિ ભારે વરસાદનું રેડ ઍલર્ટ, જાણો શું છે સ્થિતિ
નવરાત્રિમાં ગરબા કરતા ખેલૈયાઓને વધારે ચિ
નવરાત્રિમાં ગરબા કરતા ખેલૈયાઓને વધારે ચિંતા વરસાદે વધારી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રવિવારે (28મી સપ્ટેમ્બર) બપોરે એક વાગ્યા સુધી વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.
આ જિલ્લામાં વરસાદનું ઍલર્ટ જાહેર
હવામાન વિભાગ અનુસાર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી,ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદમાં વરસાદનું ઓરેન્જ ઍલર્ટ છે. જ્યારે રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર અને અરવલ્લી યલો ઍલર્ટ જાહેર કરાયું છે.
ડાંગ-તાપી સહિત ચાર જિલ્લામાં ધોધમાર
ઉલ્લેખનીય છે કે, નવસારી અને વલસાડમાં ખેલૈયાઓની મજા બગાડતા વરસાદે બધુ વેરવિખેર કરી નાખ્યુ હતું. અનેક જગ્યાએ નવરાત્રિના પંડાલ ધરાશાયી થઈ ગયા અને પાણી જ પાણી થઈ ગયું હતું. ત્યારે ડાંગ જિલ્લામાં છેલ્લા 12 કલાકના આંકડા પર નજર કરશો તો આહ્વામાં 4 ઈંચ, વઘઈમાં 3 ઈંચ, સુબરીમાં 2.60 ઈંચ, અને સાપુતારામાં 5.5 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં પાણી જ પાણી થઈ ગયું હતું.







